ભુજમાં LCBની મોટી કાર્યવાહી: પાર્સલ મારફતે મંગાવેલો રૂ.53 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સ સામે ગુનો
કચ્છ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કુલ 94 બોટલ વિદેશી દા
લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલ દારૂ


કચ્છ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કુલ 94 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. ઝડપાયેલા દારૂની કુલ કિંમત રૂ.53,110 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે માહિતી મળી હતી કે, ભુજના કેમ્પ એરિયામાં અમીત કોમ્પલેક્ષ પાછળ રહેતો વિરેન્દ્ર અરવીદ ભીલ ઉર્ફે રાઠોડ રાજ્ય બહારથી પાર્સલ અને ટ્રાન્સપોર્ટ મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી રહ્યો છે.

બાતમીના આધારે LCB ટીમે માહિતીની ચકાસણી કરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમીત કોમ્પલેક્ષની પાછળ આવેલા કેમ્પ એરિયા ખાતે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 94 બોટલ કબજે કરી હતી. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.53,110 હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે રાજ્ય બહારથી મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જથ્થો ઘર સુધી પહોંચાડવા માટે જીજે-12-બીયુ-8851 નંબરની લોડિંગ રિક્ષા ભાડે કરવામાં આવી હોવાની પણ માહિતી પોલીસને મળી હતી. સમગ્ર મામલે પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસમાં વિરેન્દ્ર અરવીદ ભીલ ઉર્ફે રાઠોડ, રહે. અમીત કોમ્પલેક્ષ પાછળ, કેમ્પ એરિયા, ભુજ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. કબજે કરાયેલ તમામ મુદ્દામાલ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી LCB પશ્ચિમ કચ્છ-ભુજના PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ તથા પોલીસ સ્ટાફના ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, જીવરાજભાઈ ગઢવી અને શ્યામભાઈ ગઢવી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હવે દારૂના જથ્થાના સ્ત્રોત અને તેને મંગાવવાની સમગ્ર ચેઇન અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande