




ભરૂચના ચાસવડ,નેત્રંગ અને મોવી ગામે વૃક્ષારોપણ અને કળશમાં જળ અર્પણનો કાર્યક્રમ યોજાયો
12 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન', વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ
નેત્રંગ ચાર રસ્તા પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાલ્યાર્પણ સૌએ કર્યું હતું
ભરૂચ 15 સપ્ટેમ્બર (હિ.સ.)
સમગ્ર રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉનાઈથી શરૂ થયેલી વિશેષ બાઈક યાત્રા નેત્રંગ ચાસવડ આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બાઇક સેવા યાત્રા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીને પર્યાવરણ અને જળ સંરક્ષણનો સંદેશો આપી રહી છે. આ અભિયાન અંતર્ગત ઠેર-ઠેર વૃક્ષારોપણ અને જળ અર્પણ જેવા સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને અગ્રણીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
નેત્રંગ તાલુકાના ચાસવડ દુધ ડેરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નીકળેલી બાઈક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈ માતાજી મંદિરથી શરૂ થઈ ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ નેત્રંગ તાલુકામાં પહોંચી હતી.
ગણપત વસાવા ગુજરાત પ્રદેશ એસટી સેલ પ્રમુખ
સભાને સંબોધન કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી 13 અને પ્રધાનમંત્રી 12 વર્ષ નરેન્દ્ર મોદીને થયા છે.25 કરોડ ગરીબોને બહાર લાવ્યા છે .મહિલાઓને મંચ આપ્યું પગભર કરી .આયુષ્માનભારત કાર્ડ આપ્યું આરોગ્યની ચિંતા કરી .4 કરોડ કરતા વધારે ગરીબોને પ્રધાનમંત્રી આવાસ આપ્યા .ભારત ગરીબોનો દેશ ભિખારીઓનો દેશ આવું બહારના દેશો કહેતા હતા આજે ચોથા નંબરની મહાસત્તા બન્યું છે.નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બન્યા છે. ગુજરાતમાં કુલ ચાર બાઇક સેવા યાત્રા નીકળી ગઈ છે.જેમાં ત્રીજી આ આપણી ઉનાઈથી વડનગર બાઇક સેવા યાત્રા છે જે આજે ચાસવડ નેત્રંગ પોહચી છે.ગુજરાતના નીર યાત્રા સ્વરૂપે વારાણસી પહોંચશે.
મનસુખ વસાવા ભરૂચ જિલ્લા સાંસદે 25 વર્ષની સેવાના કાર્યો આખા દેશમાં પોહચે તેના માટે આ બાઇક સેવા યાત્રા કાઢવામાં આવી છે.ભરૂચ જિલ્લાની દરેક જીઆઈડીસી ધમધમે છે જેથી હજારો યુવાનો રોજગારી મેળવે છે.
ભરૂચ જિલ્લામાં આ યાત્રાનો છેલ્લો તબક્કો મોવી ગામ ખાતે પહોંચ્યો હતો. મોવી ગામે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં વૃક્ષારોપણ તેમજ કળશમાં જળ અર્પણ કરવાનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાઈક રેલીમાં કનુ દેસાઈ કેબીનેટ મંત્રી ,ડો.જયરામ ગામીત રાજયકક્ષા મંત્રી, રિતેશ વસાવા , પરાક્રમસિંહ જાડેજા પ્રભારી ભરૂચ જિલ્લા,પ્રકાશ મોદી પ્રમુખ ભરૂચ જિલ્લા અને ડિમ્પલબેન રાજ પ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ અને અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ