

પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા માં બે થી ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કારવમાં આવી હતી. જેને પગલે ગઈ કાલ થી પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક
વરસાદ નોંધતો હતો. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુતિયાણા તાલુકાના કાસાબડ ગામે આકાશી વીજળી પડતાં એક વ્યક્તિનું
મોત થયું છે. મળતી માહિતી મુજબ કાસાબડ ગામે આકાશી વીજળી પડવાની ઘટનામાં આશરે 50 વર્ષીય વિનુભાઈ મેરામણભાઈ ઓડેદરાનું
મોત થયું હતું. આ ઉપરાંત આકાશી
વીજળી પડતાં એક ભેંસનું પણ મરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને
પગલે ગામમાં ચકચાર મચી ગઈ
હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઘટના
ને લઈ ને પરિવાર માં શોખ નું મોજું ફરી વળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya