આદિત્યાણામાં દેશી દારૂની ભઠ્ઠી પર એલ.સી.બી ત્રાટકી.
પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાં વાડામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતાં પોરબંદર એલ.સી.બી.એ દરોડો પાડી ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. જોકે પોલીસ પહોંચેતે પહેલાં
આદિત્યાણામાં  દેશી   દારૂની  ભઠ્ઠી  પર એલ. સી. બી  ત્રાટકી.


આદિત્યાણામાં  દેશી   દારૂની  ભઠ્ઠી  પર એલ. સી. બી  ત્રાટકી.


પોરબંદર, 15 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ

તાલુકાના આદિત્યાણા ગામના

કાદા વિસ્તારમાં વાડામાં દેશી

દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી મળતાં પોરબંદર એલ.સી.બી.એ દરોડો પાડી ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. જોકે પોલીસ પહોંચેતે પહેલાં ભઠ્ઠી ચલાવતો શખ્સ ફરાર થઈ ગયો હતો. સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ

કોન્સ્ટેબલ હિમાંશુ મક્કા અને કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને બાતમી મળી હતી. જેના આધારે ટીમે આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાં અમરા પોલાભાઈ ગુરગુટીયાની કબજાવાળા વાડામાં તપાસ હાથ ધરી હતી.તપાસ કરતાં વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી માટેનો સામાન મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી 800 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ચાર પ્લાસ્ટીક બેરલ, બોઇલર બેરલ, ફિલ્ટર બેરલ, ખાલી ડબ્બાઓ સહિત કુલ રૂ.23,525નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી અમરા પોલાભાઈ ગુરગુટીયા ફરાર થઈ ગયો હતો. એલસીબીની કાર્યવાહીમાં ભઠ્ઠીનો પર્દાફાશ થતાં

દેશી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો. આમામલે રાણાવાવ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande