નવસારીમાં દર્શનથી પરત ફરતી બે મહિલાઓને કારની ટક્કર: CCTVમાં કેદ થયો અકસ્માત
નવસારી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): નવસારી શહેરના તિઘરા જગતનાકા વિસ્તારમાં 52 જિનાલયમાં દર્શન કરીને પરત ફરી રહેલી બે મહિલાઓને કારચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે બપોરે આશરે 12 વાગ્યે બનેલી ઘટનામાં પૂરઝડપે આવેલી કારની ટક્કરથી બંને મહિલાઓ રોડ
Two women struck by car


નવસારી, 15 સપ્ટેમ્બર (હિ.સ.): નવસારી શહેરના તિઘરા જગતનાકા વિસ્તારમાં 52 જિનાલયમાં દર્શન કરીને પરત ફરી રહેલી બે મહિલાઓને કારચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે બપોરે આશરે 12 વાગ્યે બનેલી ઘટનામાં પૂરઝડપે આવેલી કારની ટક્કરથી બંને મહિલાઓ રોડ પર પટકાઈ હતી. સમગ્ર અકસ્માત નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે.

ટક્કર બાદ બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જેમાં 65 વર્ષીય મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે. તબીબોએ તેમને વધુ સારવાર માટે ICUમાં દાખલ કર્યા છે.

અકસ્મતમાં કારચાલકની બેદરકારી અને પૂરઝડપ અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. CCTVમાં કેદ થયેલા અકસ્માતના દૃશ્યોના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે ફરી એકવાર શહેરમાં વાહનચાલકોની ઝડપ અને સાવચેતી અંગે સવાલો ઉઠ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande