મિશન ‘મિલાપ’ની સફળતા: વલસાડથી ગુમ થયેલા બે 13 વર્ષીય બાળકો ચીખલીમાંથી મળી આવ્યા
વલસાડ,15 સપ્ટેમ્બર (હિ.સ.) વલસાડ સિટી પોલીસ દ્વારા મિશન ‘મિલાપ’ અંતર્ગત ગુમ થયેલા સગીર બાળકોને શોધવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. જી.વી.ડી. સ્કૂલ વલસાડ ખાતેથી ગુમ થયેલા બે 13 વર્ષીય બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં ચીખલી, નવસારી ખાતેથી શોધ
મિશન મિલાપ


વલસાડ,15 સપ્ટેમ્બર (હિ.સ.)

વલસાડ સિટી પોલીસ દ્વારા મિશન ‘મિલાપ’ અંતર્ગત ગુમ થયેલા સગીર બાળકોને શોધવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. જી.વી.ડી. સ્કૂલ વલસાડ ખાતેથી ગુમ થયેલા બે 13 વર્ષીય બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં ચીખલી, નવસારી ખાતેથી શોધી કાઢી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

તા. 10 સપ્ટેમ્બર 2026ના રોજ બંને બાળકો સ્કૂલેથી કોઈને જાણ કર્યા વિના જતા રહ્યા હતા અને ઘરે પરત ન ફરતાં તેમના વાલીઓએ તા. 12 સપ્ટેમ્બરના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એચ. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પોલીસે બનાવ સાથે સંકળાયેલા CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સની મદદથી બંને બાળકોનું લોકેશન મેળવ્યું હતું. ત્યારબાદ ચીખલી, નવસારી ખાતે બંને બાળકો મળી આવતાં તેમને સુરક્ષિત રીતે વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), સુરત વિભાગ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ની રાહબરી અને વલસાડ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આ સફળ કામગીરીમાં પીઆઈ આર.એચ. વાળા, પીએસઆઈ બી.એચ. રાઠોડ, અ.હે.કો. ભરતભાઈ સુખદેવભાઈ, અ.હે.કો. સહદેવસિંહ પ્રવિણસિંહ, અ.હે.કો. દિવાનજી દાનાજીભાઈ, પો.કો. મંગુભાઈ બચુભાઈ, પો.કો. રાહુલભાઈ વાઘાભાઈ તથા ડી-સ્ટાફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande