ભચાઉમાં ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગારધામ ઝડપાયું: વિજપાસરમાં પોલીસ ત્રાટકી, ત્રણ શખ્સો પાસેથી ₹12,550 રોકડા કબજે
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વિજપાસર ગામના ખુલ્લા પટમાંથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતન
ભચાઉ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન વિજપાસર ગામના ખુલ્લા પટમાંથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભચાઉ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે વિજપાસર ગામની હદમાં આવેલા ખુલ્લા પટમાં કેટલાક લોકો તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં જુગાર રમતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા શખ્સોમાં વિજપાસર ગામના 33 વર્ષીય કરશનભાઈ નાગજીભાઈ કોલી, છાડવાડા ગામના 46 વર્ષીય અમરાભાઈ ગાંગાભાઈ ચાડ (આહિર) અને ભચાઉના જુનાવાડા વિસ્તારના 40 વર્ષીય રાસુભાઈ જેરામભાઈ કોલીનો સમાવેશ થાય છે.

કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ ₹12,550ની રોકડ રકમ તેમજ તીનપત્તીના ગંજીપાનાના 52 નંગ કબજે કર્યા હોવાનું જણાવાયું છે. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹12,550 હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.

આ કાર્યવાહી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ પોલીસ સ્ટાફે બાતમીના આધારે સ્થળ પર કાર્યવાહી કરી હતી.

જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર જુગાર રમતા તત્વોમાં ચકચાર જોવા મળી છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો સામે ભચાઉ પોલીસે સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી આગળ ધપાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande