જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓ અને નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તથા રજૂઆ
સકલન સમિતિની બેઠક યોજવામાં આવી


ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં પદાધિકારીઓ અને નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો તથા રજૂઆતોની વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે પ્રજાના પ્રશ્નોનું સંવેદનશીલ અભિગમ સાથે સમયમર્યાદામાં અસરકારક નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. રજૂઆતોના નિકાલમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય અને દરેક કેસનું સતત અનુસરણ કરવામાં આવે તે અંગે પણ તાકીદ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જરૂરી વિભાગીય સંકલન જાળવીને વિકાસકાર્યો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તુમારના નિકાલ, વસુલાત, પેન્શન કેસો અને સ્વાગત કાર્યક્રમ સહિતના વિવિધ મુદ્દાઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાઘવા અને ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે રોડ-રસ્તા તથા વીજ વિભાગને લગતા પ્રશ્નો રજૂ કરી તેના નિરાકરણ માટે સૂચનો કર્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકા કચેરીના કમિશનર સુનીલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande