
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)
સિદ્ધપુર તાલુકાના પચકવાડા ગામમાં મણિલાલ વીરમહારાજ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા. વિવિધ ધાર્મિક વિધિઓ સાથે મંદિર ખાતે પૂજા, દર્શન અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
મહોત્સવ દરમિયાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી મંદિરના દર્શન કરી પૂજા અને આરતીનો લાભ લીધો હતો. પંચાલ પરિવારે સ્વર્ગસ્થ કાંતિલાલ મણિલાલના સંકલ્પને પૂર્ણ કરતાં મંદિરના જીર્ણોદ્ધાર બાદ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, બોટાદના પ્રભારી દશરથજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સિદ્ધપુર APMC ચેરમેન વિષ્ણુ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શંભુ દેસાઈ, મહેશ દેસાઈ, કાનજી દેસાઈ, અશોક, વિક્રમસિંહ, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તથા વિસ્તારના અગ્રણીઓએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ