સિહોર તાલુકા હેલ્થ કચેરી ખાતે બાળમરણ અને મૃતજન્મની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) સિહોર તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં બાળમરણ અને મૃતજન્મની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તાલુકા વિસ્તારમાં નોંધાયેલા બાળમરણ તથા મૃતજન્મના કિસ્સાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આર
સમીક્ષા બેઠક યોજવામાં આવી


ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) સિહોર તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં બાળમરણ અને મૃતજન્મની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તાલુકા વિસ્તારમાં નોંધાયેલા બાળમરણ તથા મૃતજન્મના કિસ્સાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને લગતી સેવાઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં બાળમરણ અને મૃતજન્મ પાછળના સંભવિત કારણો, જોખમી ગર્ભાવસ્થા, પ્રસૂતિ પૂર્વેની તપાસ, સમયસર સારવાર તથા પ્રસૂતિ દરમિયાન જરૂરી તકેદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તે અંગે ભાર મૂકવામાં આવ્યો હતો.

તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બાળમરણ અને મૃતજન્મના બનાવોને ઘટાડવા માટે આરોગ્ય વિભાગની વિવિધ સેવાઓનું અસરકારક અમલીકરણ કરવા સૂચના આપવામાં આવી હતી. ગર્ભવતી મહિલાઓની સમયસર નોંધણી, નિયમિત એન્ટિનેટલ ચેકઅપ, જરૂરી તપાસો, પોષણ અંગે માર્ગદર્શન અને જોખમી ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં સમયસર રિફરલ સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત, આશા કાર્યકર, એએનએમ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગર્ભવતી મહિલાઓ તથા નવજાત શિશુઓની નિયમિત દેખરેખ રાખવા અને કોઈપણ જોખમી લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકના અંતે બાળમરણ અને મૃતજન્મ અટકાવવા માટે તમામ આરોગ્ય કર્મચારીઓએ સંકલિત રીતે કામગીરી કરી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande