વિદ્યાર્થીઓની પ્રતિભાને વાચા આપવા ‘કલા મહોત્સવ’ અંતર્ગત નાટક સ્પર્ધાનું આયોજન
સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત દ્વારા બાળ કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા ‘કલા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો
વિદ્યાર્થીઓની પ્રતિભાને વાચા આપવા ‘કલા મહોત્સવ’ અંતર્ગત નાટક સ્પર્ધાનું આયોજન


સુરત, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત દ્વારા બાળ કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા ‘કલા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ અંતર્ગત સુરત જિલ્લાના તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો વચ્ચે નાટક સ્પર્ધા યોજાશે.

સ્પર્ધા અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2026 દરમિયાન શાળા-કોલેજોએ નિયત કરાયેલી સ્ક્રિપ્ટ મુજબ વિદ્યાર્થીઓ પાસે રિહર્સલ કરાવી પોતાના કેમ્પસમાં 25થી 30 મિનિટનું નાટક રજૂ કરવાનું રહેશે. નાટકના પ્રદર્શનનું ઉચ્ચ ગુણવત્તાવાળું એચડી વિડિયો રેકોર્ડિંગ કરી તેને ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરીને નિયત ગૂગલ ફોર્મ મારફતે સબમિટ કરવાનું રહેશે.

નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કર્યા બાદ દરેક વિધાનસભા મતવિસ્તારમાં પ્રથમ ત્રણ વિજેતા શાળાઓને અનુક્રમે ₹51,000, ₹31,000 અને ₹21,000ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે ચોથાથી આઠમા ક્રમે આવનાર શાળાઓને ₹11,000ના પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા અને અભિનય પ્રતિભા રજૂ કરવા માટે તક મળે તે હેતુથી આયોજિત આ સ્પર્ધામાં વધુમાં વધુ શાળા-કોલેજો ભાગ લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરતનો સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande