કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મેરેથોન બેઠકો યોજાઈ
- માર્ગ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહિતની સમિતિઓની બેઠક યોજાઈ ગીરસોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં માર્ગ સલામતિ સમિતિ, કાયદો અને વ્યવસ્થા સહિતની મેરેથોન બેઠકો યોજાઈ હતી. આ તમા
કલેક્ટર  જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને


- માર્ગ સલામતિ, કાયદો અને વ્યવસ્થા સહિતની સમિતિઓની બેઠક યોજાઈ

ગીરસોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં માર્ગ સલામતિ સમિતિ, કાયદો અને વ્યવસ્થા સહિતની મેરેથોન બેઠકો યોજાઈ હતી. આ તમામ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પરત્વે સબંધિત અધિકારીઓ સાથે કલેક્ટરએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટે એ માટે માર્ગ અને સલામતીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને જાનહાનિ અને મૃત્યુદરમાં ઘટાડો કરવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શક સૂચનો કર્યા હતાં. તેમજ તેમણે જરુર જણાય તેવા સ્થળોએ સાઈનેજીસ, રમ્બલસ્ટ્રીપ્સ તેમજ રિફ્લેક્ટર્સ મૂકવા માટે સૂચન કર્યું હતું. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ બેઠકમાં જરૂરી સૂચનો કર્યા હતા.

ડિસ્ટ્રિક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકમાં અધિકારીએ સીસીટીવીની સુરક્ષા, માછીમાર બોટોની સુરક્ષા ચકાસણી, ફિશ લેન્ડિંગ સેન્ટરની ભૌતિક સુવિધા અને સુરક્ષા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તે પ્રવૃત્તિઓ અટકાવવા કરાયેલી કાર્યવાહી સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતાં.

આ બેઠકમાં નાયબ કલેક્ટર-૨ એચ.વી.ચાવડા, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, અજય શામળા સહિત ફિશરીઝ, માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ સહિતના વિભાગોના અધિકારીઓ અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande