મિરજાપર જંગલમાં મોટી કાર્યવાહી: ધાર્મિક બાંધકામોની આડમાં થયેલું દબાણ હટાવાયું, 15 કરોડની વન જમીન મુક્ત
કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરના મિરજાપર વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં વન વિભાગે મોટી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ પશ્ચિમ રેંજ હેઠળના જંગલ વિસ્તારમાં ધાર્મિક સ્થળોના નામે ઊભા કરવામાં આવેલા પાકા બાંધકામો તેમજ આસપાસના અન્ય દબાણોને
મીરઝાપર જંગલ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ કામગીરી


મીરઝાપર જંગલ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ કામગીરી


મીરઝાપર જંગલ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ કામગીરી


કચ્છ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરના મિરજાપર વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં વન વિભાગે મોટી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ પશ્ચિમ રેંજ હેઠળના જંગલ વિસ્તારમાં ધાર્મિક સ્થળોના નામે ઊભા કરવામાં આવેલા પાકા બાંધકામો તેમજ આસપાસના અન્ય દબાણોને તંત્ર દ્વારા દૂર કરી જમીનનો કબજો ફરી વન વિભાગે સંભાળ્યો છે.

તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 4-27 વાગ્યે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં આઈ.ટી.આઈ. કોલેજ નજીક આવેલા મિરજાપર જંગલના સંરક્ષિત વિસ્તારમાં વન વિભાગની ટીમો પહોંચી હતી. અહીં હઝરત મિશ્કીન્સા વલીની દરગાહ તથા હઝરત મામુસાઈ દરગાહના નામે ઊભા કરાયેલા પાકા ધાર્મિક બાંધકામો સહિત આસપાસના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

વન વિભાગના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે 3,000 ચોરસ મીટર જેટલી વન જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત આશરે રૂ.15 કરોડ હોવાનું વિભાગે જણાવ્યું છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ વન વિભાગે સ્થળ પર પોતાનો ભૌતિક કબજો મેળવી લીધો હતો.

આ કામગીરી કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મદદનીશ વન સંરક્ષકો આર.એલ. ચૌધરી અને જે.બી. જોશી સહિત ભુજ પશ્ચિમ રેંજનો સ્ટાફ, નખત્રાણા પૂર્વ અને પશ્ચિમ રેંજના અધિકારીઓ તથા સ્ટાફ અને માંડવી નોર્મલ રેંજની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી.

કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભુજ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા પ્રમાણે, દબાણ અંગે અગાઉ સંબંધિતોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમો મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સુરક્ષિત વન વિસ્તારની જમીનનું રક્ષણ અને જંગલના કુદરતી સંસાધનો તથા વન્યજીવોના રહેઠાણને જાળવવા માટે આવી કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande