મહેસાણામાં દિવ્યાંગ ઉમેદવારો માટે 22 સપ્ટેમ્બરે રોજગાર ભરતીમેળો, 6 ખાનગી કંપનીઓ આપશે નોકરીની તક
મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 22 સપ્ટેમ્બરે વિશેષ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાની સરકારી આઈ.ટ
મહેસાણામાં દિવ્યાંગ ઉમેદવારો માટે 22 સપ્ટેમ્બરે રોજગાર ભરતીમેળો, 6 ખાનગી કંપનીઓ આપશે નોકરીની તક


મહેસાણા, 19 સપ્ટેમ્બર (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 22 સપ્ટેમ્બરે વિશેષ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાની સરકારી આઈ.ટી.આઈ. ખાતે સવારે 11 વાગ્યાથી યોજાનારા ભરતીમેળામાં 6 ખાનગી કંપનીઓ ઉપસ્થિત રહી લાયક ઉમેદવારોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરશે.

ભરતીમેળામાં ધોરણ 10, ધોરણ 12, આઈ.ટી.આઈ. તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા 18થી 40 વર્ષની વયના દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે. કંપનીઓ દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને જરૂરી માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે.

ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટાની નકલો સાથે હાજર રહેવાનું રહેશે. એક જ સ્થળે વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક ઉમેદવારોને મળશે.

ભરતીમેળાનું સ્થળ સરકારી આઈ.ટી.આઈ., 204, જી.આઈ.ડી.સી. ફેઝ-1, પાણીની ટાંકી પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા-384002 છે. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા પાત્ર દિવ્યાંગ ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે સમયસર ઉપસ્થિત રહી રોજગારની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande