કોળીયાક બીચ ખાતે ‘બીચ બંધુ’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પર્યાવરણ સંરક્ષણ માટે છેલ્લા એક વર્ષથી ‘બીચ બંધુ’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને વધુ વ્યાપક જનભાગીદારી સાથે આગળ ધપાવવાના હેતુથી ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકાના કો
સ્વચ્છતા અભિયાન યોજાયું નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા


ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) પર્યાવરણ સંરક્ષણ માટે છેલ્લા એક વર્ષથી ‘બીચ બંધુ’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને વધુ વ્યાપક જનભાગીદારી સાથે આગળ ધપાવવાના હેતુથી ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકાના કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન દરમિયાન દરિયાકિનારેથી પ્લાસ્ટિકનો કચરો, બોટલો, થેલીઓ સહિતનો ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા સાથે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દરિયાકિનારાની સ્વચ્છતા માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, પરંતુ સમાજના સૌ નાગરિકોની સામૂહિક જવાબદારી છે. દરિયામાં પહોંચતું પ્લાસ્ટિક જળચર જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું કરે છે. તેથી દરિયાકિનારાની સ્વચ્છતા જાળવવાની સાથે દરિયાઈ પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે.

તેમણે યુવાનોને ‘બીચ બંધુ’ અભિયાન સાથે જોડાઈ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા આહવાન કર્યું હતું. વિવિધ વર્ગો, સંસ્થાઓ અને સંગઠનોની ભાગીદારીથી આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ દરિયાકિનારા અને પર્યાવરણની જાળવણી માટે શપથ પણ લીધા હતા.

અભિયાનમાં ડૉ. ગણેશ બારૈયા, માય ભારત ગ્રુપ, ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ઘોઘા સરકારી કોલેજના આચાર્ય, વિદ્યાર્થીઓ, ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ અને સંગઠનો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande