જામનગરમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો: બે સગીર સહિત 3 શખ્સોને પોલીસે દબોચી લીધા
જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં વાહન ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે સ્થાનિક પોલીસે સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી તાજેતરમાં ચોરાયેલા બાઇક કેસનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે બાવળની કાંટમાં સંતાડાયેલા ૩ ચોરાઉ બાઇક અને ૨ શકપડતા વાહનો મળ
બાઈકચોરી આરોપી


જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં વાહન ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે સ્થાનિક પોલીસે સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી તાજેતરમાં ચોરાયેલા બાઇક કેસનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે બાવળની કાંટમાં સંતાડાયેલા ૩ ચોરાઉ બાઇક અને ૨ શકપડતા વાહનો મળી કુલ રૂ. ૭૦ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે. આ ઘટનામાં ચોરી કરેલા વાહનોના સ્પેરપાર્ટ્સ કાઢીને વેચવાની પેરવી કરી રહેલા ૧૯ વર્ષીય યુવક સની જેસીંગભાઈ કોળી અને અન્ય બે સગીરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટના ટૂંકા ગાળામાં બાઇક ચોરી અંગે ૩ ફરિયાદો નોંધાઈ હતી. પોલીસે બનાવ સ્થળના અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસતાં અગત્યની બાતમી મળી હતી. જેના આધારે દીગજામ સર્કલ પાસે ગણપતનગર નજીક આવેલી બાવળની જાળીઓમાં દરોડો પાડીને પોલીસે આરોપી સની કોળી તથા બે સગીરોને ઝડપી લીધા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી અગાઉ પણ બે વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપીઓ સામાન્ય રીતે હેન્ડલ લોક કર્યા વગરના બાઇકને લક્ષ્ય બનાવી, વાયર ડાયરેક્ટ કરીને બાઇક હંકારી જતા હતા. હાલમાં પોલીસે તમામ ૫ વાહનો કબજે કરી આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande