કુતિયાણાના માલણકામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી.
પોરબંદર , 02 સપ્ટેમ્બર (હિ.સ.) કુતિયાણા તાલુકાના માલણકા ગામમાં મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસના દરોડાથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ,માલણકા ગામે ઉમેદસિંહ ગુલા
કુતિયાણાના માલણકામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી.


પોરબંદર , 02 સપ્ટેમ્બર (હિ.સ.) કુતિયાણા

તાલુકાના માલણકા ગામમાં મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસના દરોડાથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ,માલણકા ગામે ઉમેદસિંહ ગુલાબસિંહ જાડેજા અંગત ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હતો.ત્યારે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ પહોંચતા ત્યાં ‘રોન પોલીસ’ નામનો તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે સ્થળ પરથી ઉમેદસિંહ ગુલાબસિંહ જાડેજાસહિત જયદીપસિંહ કીરીટસિંહ જાડેજા, ઋતુરાજસિંહ દશરથસિંહ જાડેજા, મિત્રરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, મુકેશ નારણભાઈ જોટંગીયા, દેવા નાજાભાઈ મકવાણા અને દિનેશ નાથાભાઈ વરૂ માલણકાને ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે ગંજીપત્તાના પાના તથા રોકડા રૂ.75,610 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande