રાધનપુરમાં ગંદકી-પાણી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર શહેરમાં પાયાની સુવિધાઓના અભાવ, ગંદકી, ઉભરાતી ગટર અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યાને લઈને કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં 3થી 5
રાધનપુરમાં ગંદકી-પાણી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ


રાધનપુરમાં ગંદકી-પાણી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ


પાટણ, 02 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર શહેરમાં પાયાની સુવિધાઓના અભાવ, ગંદકી, ઉભરાતી ગટર અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યાને લઈને કોંગ્રેસ કાર્યકરો તથા સ્થાનિકોએ નગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં 3થી 5 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે, જ્યારે તૂટેલા રસ્તા અને ગટર સમસ્યાથી પણ લોકો પરેશાન છે. વારંવાર રજૂઆતો છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વિરોધ દરમિયાન પાલિકા પરિસરમાં સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન યોજાઈ હતી. ત્યારબાદ ચીફ ઓફિસરને પ્રતીકાત્મક ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપવાનો પ્રયાસ કરવામાં આવતા અધિકારી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. સ્થાનિકોએ પાલિકા તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બીજી તરફ ચીફ ઓફિસરે વિરોધને રાજકીય ગણાવી કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને વિકાસકામો ચાલુ હોવાનો બચાવ કર્યો હતો. જોકે તેમણે ભૂગર્ભ ગટર યોજનાનો ફેઝ-1 નિષ્ફળ ગયો હોવાનું તેમજ શહેરમાં ત્રણ દિવસે પાણી આપવામાં આવતું હોવાનું સ્વીકાર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande