સુરતની 5-ગુજરાત બટાલિયન NCC દ્વારા NCC કેડેટ્સ માટે CATC-210 તાલીમ કેમ્પ સંપન્ન
સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : 5-ગુજરાત બટાલિયન NCC-સુરત દ્વારા ગુજરાત NCC લીડરશીપ એકેડમી-રાજપીપળા ખાતે તા. 23 ઓગષ્ટ થી 01 સપ્ટેમ્બર દરમિયાન 609 કેડેટ્સનો સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પ (CATC-210) સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ 10 દિવસીય રોમાંચક અને શિસ્ત
Gujarat Battalion NCC completes


સુરત, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : 5-ગુજરાત બટાલિયન NCC-સુરત દ્વારા ગુજરાત NCC લીડરશીપ એકેડમી-રાજપીપળા ખાતે તા. 23 ઓગષ્ટ થી 01 સપ્ટેમ્બર દરમિયાન 609 કેડેટ્સનો સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પ (CATC-210) સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ 10 દિવસીય રોમાંચક અને શિસ્તબદ્ધ કેમ્પમાં કેડેટ્સને ઉત્તમ પ્રકારની સૈન્ય તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

કેમ્પમાં કેડેટ્સ માટે સઘન શારીરિક તાલીમ (PT), યોગ, પરેડ (ડ્રીલ), ફાયરિંગ, વેપન ટ્રેનિંગ, ફિલ્ડ ક્રાફ્ટ અને બેટલ ક્રાફ્ટ તેમજ ડ્રોન તાલીમ અને આધુનિક ટેકનોલોજી આધારિત ટ્રેનિંગ સેશન્સ યોજાયા હતા. ખાસ કરીને ગર્લ કેડેટ્સને ખાસ સેલ્ફ-ડિફેન્સ તાલીમ પણ અપાઈ હતી. ગ્રુપ કમાન્ડરે કેડેટ્સ સાથે પ્રેરણાદાયી સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. કેડેટ્સના સર્વાંગી વિકાસ માટે નિષ્ણાત વક્તાઓના વ્યાખ્યાનો, વિવિધ સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ ઉપરાંત, કેમ્પના ભાગરૂપે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ અને સફાઈ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેનાથી કેડેટ્સમાં સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના મજબૂત બની હતી. યુવાનોમાં દેશભક્તિ, શિસ્ત, નેતૃત્વ ગુણો અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ પ્રબળ બનાવવામાં પણ આ કેમ્પ નિમિત્ત બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande