આદિપુરમાં કિશોરી મેળો યોજાયો: માસિક સ્વચ્છતા, સુરક્ષા અને શિક્ષણની સાથે આત્મવિશ્વાસનો સંદેશ
કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) આદિપુરની એચ.બી. પલાણ હાઈસ્કૂલ ખાતે કિશોરીઓમાં આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી કિશોરી મેળો તથા કિશોરાવસ્થા શિક્ષણ અને જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની
આદિપુરમાં કિશોરી મેળો યોજાયો


આદિપુરમાં કિશોરી મેળો યોજાયો


આદિપુરમાં કિશોરી મેળો યોજાયો


કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) આદિપુરની એચ.બી. પલાણ હાઈસ્કૂલ ખાતે કિશોરીઓમાં આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી કિશોરી મેળો તથા કિશોરાવસ્થા શિક્ષણ અને જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા અંજાર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનું મહત્વ, સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ અને તેના સ્વચ્છ તથા સુરક્ષિત નિકાલ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોન જેવા વિકલ્પોના સુરક્ષિત ઉપયોગ વિશે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.કિશોરીઓને પોતાના શરીર અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા તથા કોઈપણ સમસ્યા અંગે સંકોચ રાખ્યા વિના યોગ્ય માર્ગદર્શન મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડો. શિલ્પા ભટ્ટે માસિક સ્વચ્છતા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે DHEWના મિશન કો-ઓર્ડિનેટર ફોરમ વ્યાસે કિશોરીઓને આત્મવિશ્વાસ વધારવા, શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપી હતી. સકારાત્મક વિચારસરણી અને આત્મનિર્ભરતા કેળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કિશોરીઓને મહિલા અને બાળ સુરક્ષા સાથે જોડાયેલી વિવિધ હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી હતી. 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જન રક્ષક અને 1091 ચાઈલ્ડ હેલ્પલાઇન જેવી સેવાઓનો જરૂરિયાત સમયે ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ટ્રસ્ટી પ્રતિમા વોરા, કેમ્પસ ડાયરેક્ટર ડો. શિલ્પા ભટ્ટ સહિત મહિલા સેલના હોદ્દેદારો તથા વિવિધ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરીઓને હાઇજીન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમથી કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ, સ્વચ્છતા, સુરક્ષા અને શિક્ષણ પ્રત્યે નવી સમજ સાથે આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande