
ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂત બનાવતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ મહિનામાં જિલ્લાના ટી.બી.ના દર્દીઓ માટે ૩૦૦ પોષણ કીટ જિલ્લા ક્ષય કેન્દ્રને આપવામાં આવી હતી.
ટી.બી.ના દર્દીઓ માટે દવા સાથે પોષણ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે આ કીટથી ટી.બી.ના દર્દીઓને ઝડપથી સાજા થવા માટે ખૂબ મદદ મળશે.
યોગ્ય પોષણ કીટથી ટી.બી.ના દર્દીઓના આરોગ્યમાં ઝડપથી સુધારો થાય છે. જિલ્લામાં નિક્ષય મિત્ર બનાવીને ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવે છે. જિલ્લાના ધારાસભ્યઓ, કલેક્ટર, વિવિધ સંસ્થાઓ, કંપનીઓ દ્વારા નિક્ષય મિત્ર બનીને આ પોષણ કીટ આપવામાં આવે છે.
સારવાર દરમિયાન યોગ્ય પોષણ મેળી રહે અને તેમના આરોગ્યમાં ઝડપી સુધારો થાય તે હેતુથી નિક્ષય મિત્ર દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ આવા ટી.બી.ના દર્દીઓના નિક્ષય મિત્ર બનીને પોષણ કીટ આપવામાં આવી રહી છે.
આ પહેલથી ટી.બી. દર્દીઓને સારવાર સાથે જરૂરી પૌષ્ટિક સહાય મળશે તેમજ દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં પણ મદદરૂપ બનશે. સોમનાથ ટ્રસ્ટનો આ સેવાકીય સહયોગ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે, તેમ જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ