કોલીખડા શાળામાં નશાબંધી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોરબંદરના કોલીખડા ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વક્તૃત્વ તથા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્
કોલીખડા         શાળામાં નશાબંધીઅંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


કોલીખડા         શાળામાં નશાબંધીઅંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


કોલીખડા         શાળામાં નશાબંધીઅંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)નશામુક્ત

ભારત અભિયાન અંતર્ગત પોરબંદરના

કોલીખડા ખાતે આવેલી સરકારી

માધ્યમિક શાળામાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વક્તૃત્વ તથા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશાબંધી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ વિસાણી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ નશાબંધી સંબંધિત વક્તવ્યો રજૂ કર્યા હતા.નશાબંધી અધિક્ષક પી. આર.ગોહિલે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા તેમજ પોતાના પરિવાર, મિત્રો અને સમાજમાં પણ નશાવિરોધી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે “નશો નહીં, શિક્ષણ અને વિકાસતરફ આગળ વધીએ ના સંદેશ સાથે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નશાબંધી અધિક્ષક પી. આર. ગોહિલ, શાળાના પ્રિન્સિપાલ વિસાણી તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંતે શિક્ષક ડોબરિયાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande