
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર-રાજકોટ
નેશનલ હાઇવે પર ચૌટા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે જતી કાર રોડની સાઇડમાં આવેલા પુલના ભાગ સાથે અથડાતાં કાર ચાલકને ગંભીર ઇજાઓ
પહોંચી હતી અને અંતે તેમનું
મોત થયું હતું. અકસ્માતમાં મૃતક તરીકે જીવાભાઈ અરભમભાઈ આગઠ (ઉ.વ.45)નું નામ સામે આવ્યું છે.પોલીસ ફરિયાદ
મુજબ જીવાભાઈ પોતાની માલિકીની ફોરવ્હીલ કાર
નં. GJ-03-EL-9261 લઈને પોરબંદર રાજકોટ હાઇવે પર પસાર થઇ
રહ્યા દરમ્યાન ચૌટા ગામ નજીક
કાર રોંગ સાઇડમાં ચલાવી રહ્યા હતા ત્યારે કાર રોડની સાઇડમાં આવેલા પુલના ભાગ સાથે અથડાઈ
હતી.અકસ્મતમાં જીવાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કુતિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya