કેનેડામાં પોરબંદરની સુરભી રાણીંગા રજૂ કરશે દ્રૌપદીની આંતરવેદના.
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર માટે કાર્યરત સુરભી કલાવૃંદ દ્વારા કેનેડામાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોરબંદર-ગુજરાતની કલાકાર સુરભી રાણીં
કેનેડામાં  પોરબંદરની  સુરભી રાણીંગા રજૂ   કરશે  દ્રૌપદીની  આંતરવેદના.


કેનેડામાં  પોરબંદરની  સુરભી રાણીંગા રજૂ   કરશે  દ્રૌપદીની  આંતરવેદના.


પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ભારતીય

શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિના

પ્રસાર-પ્રચાર માટે કાર્યરત સુરભી કલાવૃંદ દ્વારા કેનેડામાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોરબંદર-ગુજરાતની કલાકાર સુરભી રાણીંગા મહાભારતના સશક્ત સ્ત્રી પાત્ર પાંચાલી એટલે કે દ્રૌપદીની આંતર વેદનાને ભરતનાટ્યમ આધારિત સોલો ડાન્સ ડ્રામા દ્વારા રજૂ કરશે.આ પ્રસ્તુતિની વિશેષતા એ છે કે એક જ કલાકાર દ્વારા મહાભારતના 17 થી વધુ પાત્રોને મંચ પર જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વિવિધ પાત્રોના ભાવ, સંવાદ, સંઘર્ષ અને દ્રૌપદીના જીવન સાથે જોડાયેલી આંતરવેદનાને નૃત્ય અને અભિનયના માધ્યમથી રજૂકરવામાં આવશે.સુરભી કલાવૃંદના જણાવ્યા મુજબ આ પ્રકારની એકલ નૃત્યનાટિકા દ્વારા મહાભારતના અનેક પાત્રોને એક જ કલાકાર રજૂ કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તુતિની નોંધ વર્લ્ડ રેકોર્ડ માટે પણ લેવામાં આવનાર હોવાનું જણાવાયું છે.પોરબંદરની દીકરી સુરભી રાણીંગાના આ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રયાસને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા કેનેડા સહિત વિવિધ દેશોમાં

રહેતા ભારતીયો અને કલા-સંસ્કૃતિ પ્રેમીઓને કાર્યક્રમ સાથે જોડાવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande