





પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર
જિલ્લા પોલીસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષ પુર્ણ થવા નિમિત્તે ‘સેવા સંકલ્પ
અભિયાન’ અંતર્ગત ‘માનવતાનું મંદિર’ પ્રોજેક્ટનો શુભારંભ ગુજરાત સરકારના વન અને
પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન
મોઢવાડિયાના વરદ હસ્તે પોલીસ હેડ ક્વાર્ટર કમ્યુનિટી હોલ, અમૃત પાર્ક પાસે, પોરબંદર ખાતેકરવામાં આવ્યું છે.
આ
અભિયાનનો મુખ્ય હેતુ જે વસ્તુની જરૂરિયાત નથી તેવા રમકડા, કપડા,પુસ્તક,બુટ, ચંપલ સહિતની વસ્તુઓ માનવતાના મંદિર
નાગરિકો મૂકી શકશે અને જે લોકોને જરૂરિયાતમંદ છે તે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક ત્યાંથી
લઈ શકશે. જેથી સમાજના વંચિત વર્ગોને મદદ પહોંચાડી શકાય. આવો, માનવતાને સાથે મળીને ઉજવીએ ના
સંદેશ સાથે પોરબંદર જિલ્લા પોલીસે સેવા, સુરક્ષા અને સંવેદનાની પોતાની ભાવનાને
ચરિતાર્થ કરી છે.
આ
શુભારંભ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી,જિલ્લા કલેક્ટર એસ.ડી ધાનાણી , જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, કમિશનર ટી.સી તીરથાણી, ડેપ્યુટી મેયરમનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી
સહિતના મહાનુભાવો કોર્પોરેટઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya