આંબલિયાસણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત આંબલિયાસણ ખાતે ‘સેવા સંકલ્પ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચિત્રો અને વક્તૃ
આંબલિયાસણમાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત આંબલિયાસણ ખાતે ‘સેવા સંકલ્પ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચિત્રો અને વક્તૃત્વ દ્વારા દેશના વિકાસ, સ્વચ્છતા, ટેકનોલોજી અને સેવા ભાવનાના વિચારો રજૂ કર્યા હતા.

ચિત્ર સ્પર્ધામાં પ્રિન્સ પરમાર અને રોહન પ્રજાપતિ વિજેતા બન્યા હતા, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રિયાંશી જાડેજા અને ફુલભાઈ રાવલ વિજેતા રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ભારતને 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્ય આર.પી. ગોસ્વામી અને ઇન્ચાર્જ આચાર્ય પી.કે. સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે બાળકોમાં રાષ્ટ્રભાવના અને સેવા ભાવના વિકસાવવા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળના હોદ્દેદારોએ પણ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની સેવા અને વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande