
મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : વડનગર પોલીસે નામદાર વડનગર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના સજા વોરંટના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસથી નાસતો ફરતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વડનગર પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના સી.સી. નંબર 202/2021ના સજા વોરંટનો આરોપી ઠાકોર કિશનજી રતનજી, રહે. સબલપુર, તા. વડનગર, જી. મહેસાણા, છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. આરોપીને ઝડપી પાડવા વડનગર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. કંસારા તેમજ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.પી. સીસોદિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. એએસઆઈ મૂળજીભાઈ જેઠાભાઈ બ.નં. 383એ વોરંટના આરોપીને ઝડપી પાડ્યો હતો. વડનગર પોલીસે સજા વોરંટની બજવણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR