એસ.ટી. બસમાં ભૂલાયેલી રૂ.4.04 લાખની માલમતા મુસાફરને પરત કરી,
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પોરબંદર ડેપોના કંડક્ટર અને ડ્રાઇવરે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોરબંદર થી ધુનડા જતી બસમાં રાણાવાવ થી ત્રણપાટિયા સુધી મુસાફરી કરનાર મહિલા મુસાફર નમીરાબેન ફૈઝલભ
એસ.ટી. બસમાં ભૂલાયે લી રૂ.4.04 લાખની માલમતા મુસાફરને પરતકરી,


એસ.ટી. બસમાં ભૂલાયે લી રૂ.4.04 લાખની માલમતા મુસાફરને પરતકરી,


પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પોરબંદર ડેપોના કંડક્ટર અને ડ્રાઇવરે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોરબંદર થી ધુનડા જતી બસમાં રાણાવાવ થી ત્રણપાટિયા સુધી મુસાફરી કરનાર મહિલા મુસાફર નમીરાબેન ફૈઝલભાઈ ઘોરી પોતાની બેગ બસમાં ભૂલી ગયા હતા.બેગમાં આશરે રૂ.4 લાખના સોનાના દાગીના, રૂ.2 હજારની ચાંદીની ચેઇન અને રૂ.2 હજાર રોકડ મળી કુલરૂ.4.04 લાખની માલમતા હતી.બસનો રૂટ પૂર્ણ થયા બાદ ફરજ પરના કંડક્ટર નેભાભાઈ એ. છુછર અને ડ્રાઇવર માલદેભાઈ એન. ડાકીને બસ માંથી બેગ મળી આવી હતી. બંને એ બેગ પોતાના કબજામાં રાખી સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીને જાણ કરી હતી.બેગ માંથી મળેલા સંપર્ક નંબરના આધારે મુસાફરનો સંપર્ક કરવામાં આવ્યો હતો.મુસાફરે બેગ પોતાની હોવાનું જણાવ્યા બાદ તેમના સસરા ઇનાયતખાન જાફરખાન ઘોરીને પોરબંદર બસસ્ટેશન ખાતે મોકલ્યા હતા. એ.ટી.આઇ. આર.આર. ઓડેદરાની રૂબરૂમાં કંડક્ટર અને ડ્રાઇવરે સોનાના દાગીના તથા રોકડ સહિતની સમગ્ર બેગ તેમના સગાને પરત કરી હતી. બેગ પરત મળતાં મુસાફરે GSRTC અને પોરબંદર ડેપોની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં વિભાગીય નિયામક વી.બી. ડાંગર સહિતના અધિકારીઓ અને પોરબંદર ડેપોમેનેજર પી.બી. મકવાણાએ કંડક્ટર, ડ્રાઇવર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કિંમતી માલમતા પ્રત્યે કોઈ સ્વાર્થ રાખ્યા વિના તેને સુરક્ષિતરીતે મૂળ માલિક સુધી પહોંચાડવાની કામગીરી GSRTCના કર્મચારીઓની પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની

નિષ્ઠાનું ઉદાહરણ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande