
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના
સુદામા મંદિરના અંદરના ભાગે ગેટ પાસે ફોનમાં વાત કરવા બાબતે યુવક સાથે અજાણ્યા શખ્સે ઝઘડો કરી મારામારી કર્યાની ઘટના સામે આવી છે.બખરલા ગામના રહેવાસી કિશોર એભાભાઈ મારૂ , જેમ જૂરી કામ કરે છે, તેઓ
સુદામા મંદિરના અંદરના ભાગે ગેટ પાસે ફોનમાં વાત કરી રહ્યા હતા. તે દરમિયાન
એક અજાણ્યા શખ્સે તેમને ફોનમાં વાત કરવાની ના પાડી હતી.
ફરિયાદી કિશોર મારૂએ ફોનમાં વાત કેમ ન કરવી તેવું પૂછતાં અજાણ્યો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળોઆપી
ઝપાઝપી કરી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સે લોખંડ જેવી વજનદાર વસ્તુ વડે ફરિયાદીના માથાના ભાગે માર મારતા ઈજા પહોંચી
હતી.
ઘટના બાદ ફરિયાદીએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી મારામારી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી
છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya