
જુનાગઢ 22 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ, પોરબંદર તેમજ ગીરસોમનાથના સંયુક્ત ઉપક્રમે તેમજ સહજાનંદસ્વામી ગુરૂકુલ,ના સહયોગથી સહજાનંદ સ્વામી ગુરૂકુલ, દેવપ્રસાદજી સ્કુલ એન્ડ કોલેજ કેમ્પસ, મુ.વંથલી, જિ.જૂનાગઢ ખાતે તા. ૨૫/૦૯/૨૦૨૬ના રોજ “યુવા અને રોજગાર”ના અભીગમ સાથે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ક્લસ્ટર કક્ષાના મેગા જોબફેરનુ આયોજન કરવામા આવેલ છે.
આ જોબફેરમાં જૂનાગઢ જિલ્લાની ખ્યાતનામ કંપનીઓ, જેમાં ઓસ્ટીન એન્જિનિયરીંગ કંપની, મેક્ષ પ્રિસિસીંગ બેરીંગ, સમન્વય મલ્ટીસ્પેસીયાલીટી હોસ્પિટલ, ગદરે મરિન એક્ષપોર્ટ, શેઠ દેવચંદ લક્ષમિચંદ ટ્ર્સ્ટ, કોમલ એન્ટરપ્રાઇઝ, તથા ફાઇનાન્સ, ઇન્શ્યોરન્સ અને રિટેઇલ સેલ્સ સેક્ટરની તથા પોરબંદર,ગીર-સોમનાથ,અમરેલી,રાજકોટ,મોરબી,કચ્છ,અમદાવાદ,ભરૂચ, સુરેંદ્રનગર, તથા ગુજરાતના વિવિધ જિલ્લાની નામાંકિત મેન્યુફેક્ચરીંગ તેમજ સર્વિસ સેક્ટરની કુલ ૪૦ થી વધુ કંપનીઓ હાજર રહેવાની છે
આ જોબફેરમાં ૧૪૦૦ થી વધુ જગ્યાઓમાં ઈન્ટરવ્યુ આપવા માટે એસ.એસ.સી, આઇ.ટી.આઇ. ડિપ્લોમા/ડિગ્રી કે સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૫૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારોને આ મેગા જોબફેરમાં ભાગ લેવા માટે રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા આહ્વાન કરવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ