
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર
એડીશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સજા થયેલા અને સજાના અમલવારી વોરંટના કેસમાં છેલ્લા સાત મહિનાથી કોર્ટમાં હાજર નહીં થતાં નાસતા ફરતા આરોપીને ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસની વિગતો મુજબ પોરબંદર એડીશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના ક્રિમિનલ કેસના નેગોશિએબલ કેસમાં કેતન ગોવિંદ બાદરશાહી, પોરબંદર સામે સજાની અમલવારી કરવાની હતી.
જોકે આરોપી છેલ્લા સાત મહિનાથી કોર્ટમાં મુદતે હાજર થતો ન હોવાથી તેના વિરુદ્ધ વોરંટ નીકળ્યું હતું.આરોપીની શોધખોળ દરમિયાન ઉદ્યોગનગર પોલીસના કર્મચારીઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદથી બાતમી મળી હતી કે આરોપી રોકડિયા હનુમાનજી મંદિર પાછળ સુરુચિ સ્કૂલ સામે હાજર છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સજા વોરંટની અમલવારી કરી હતી.આ કામગીરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ. મહિપતસિંહ પ્રવીણસિંહ અને ભૌતિક હરિભાઈ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya