રીણાવાડામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાલતા જુગારધામ પર બગવદર પોલીસનો દરોડો.
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના રીણાવાડા ગામના રબારીકેડા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બગવદર પોલીસે દરોડો પાડી પાંચ પુરુષોને ઝડપી લીધા હતા.સ્થળ પર થી રોકડા 21,130 સ
રીણાવાડામાં   સ્ટ્રીટ લાઇટના  અંજવાળે  ચાલતા જુગારધામ પર  બગવદર  પોલીસનો દરોડો.


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના

રીણાવાડા ગામના રબારીકેડા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના

અજવાળે પાના વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બગવદર પોલીસે દરોડો પાડી પાંચ પુરુષોને ઝડપી લીધા હતા.સ્થળ પર થી રોકડા 21,130 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

બગવદર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રીણાવાડા ગામના રબારીકેડા વિસ્તારમાં કચરા પરબતભાઈ મોઢવાડિયાના મકાન પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે કેટલાક લોકો પૈસા-પાના થી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓ રોન નામનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું.પોલીસની કાર્યવાહી દરમ્યાન રીણાવાડાના કચરા પરબતભાઈ મોઢવાડિયા, તેમજ કુછડી ગામના રાજુ છગન ઓડેદરા, પ્રતાપ પોપટ સુત્રેજા, રાહુલ કેશુ સુડાસમા અને રાજુ ભુરા કુછડીયા સહીત ત્રણ મહિલાઓ જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે બગવદર પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande