
સોમનાથ,22 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રભાસ પાટણ મુકામે અગીયારસનાં રામદેવજી મહારાજની કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળેલ હતી. જેમાં હજારોની સંખ્યામાં માનવમેદની જોડાયેલ હતી. આ શોભાયાત્રા રામદેવ મહારાજનાં મંદિરેથી શોભાયાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા; ઠેર-ઠેર સ્વાગત કરાયું શોભાયાત્રામાં હજારોની માનવમેદની જોડાયેલ હતી અને 12 થી સાંજનાં 4 કલાક સુધી પ્રભાસ પાટણની મુખ્ય બજારો અને વિવિધ વિસ્તારોમાં બેન્ડ વાજાની રમઝટ અને ડાડીયા અને તાલી રાશ સાથે નિકળેલ હતી
આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગતની સાથે જુદા-જુદા મંડળો અને સેવાભાવી લોકો દ્વારા ચા-પાણી ઠંડાપીણા અને નાસ્તાનાં સ્ટોલ રાખવામાં આવેલ હતાં તેમજ શોભાયાત્રાનું મુસ્લીમ સમાજનાં આગેવાનો ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરેલુ હતું.
આ શોભાયાત્રા સાંજના 4 કલાકે પૂર્ણ થયા બાદ રામદેવજી મહારાજનાં મંદિરે ધ્વજારોહણ કરીને મહાપ્રસાદની શરૂઆત કરેલ જેમાં 20 હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં કોળી સમાજ તેમજ અન્ય સમાજ ના આગેવાનો હાજરીમાં ભવ્ય રીતે ઉત્સવ મનાવવામાં આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકોની આવેલ હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ