તાલાલા તાલુકાના બોરવાવ ગામે બીજા તબક્કાનો સેવા સેતુ યોજાયો
ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામે બીજા તબક્કાનો સેવા સેતુ યોજાયો હતો. નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ત્વરિત આવે તે હેતુથી, તાલાલા તાલુકાના બોરવાવ ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ 2.1(ગ્રામ્ય)
તાલાલા તાલુકાના બોરવાવ ગામે


ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામે બીજા તબક્કાનો સેવા સેતુ યોજાયો હતો.

નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ત્વરિત આવે તે હેતુથી, તાલાલા તાલુકાના બોરવાવ ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તાલાલા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્થળ પર જ આવકના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ સહિતની અન્ય સરકારી સેવાઓ સ્થળ પર જ લાભ પહોંચાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ પીઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના સભ્યો, મામલતદારશ તાલુકા વિકાસ અધિકારી, તથા સામાજિક અગ્રણીઓ અને સરપંચ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને લોકોએ કાર્યક્રમ ને આવકાર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande