


પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)થોડા દિવસો પૂર્વે પોરબંદરની સોની બજારની એક દૂકાનમાં આગ લાગી હતી જેને પગલે પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા સોની
સમાજની વાર્ષિક બેઠક દરમિયાન ઉપસ્થિત સોની વેપારીઓ માટે આગ સલામતી અંગે તાલીમ
સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પારુલ જ્વેલર્સ ખાતે બનેલી આગની
ઘટનાને ધ્યાને લઈ આગ લાગે ત્યારે તાત્કાલિક શું કરવું, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર સાધનોનો
યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેમજ દુકાન-વ્યવસાયિક સ્થળોએ જરૂરી મૂળભૂત ફાયર
સેફ્ટી સાધનો રાખવા અંગે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન અને પ્રાયોગિક
તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો હેતુ આગની ઘટનામાં જાનમાલનું નુકસાન અટકાવી શકાય
અને વેપારીઓમાં આગ સલામતી અંગે જાગૃતિ વધે તેવો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya