જૂનાગઢ જિલ્લામાં શાળા કક્ષાના ખેલ મહાકુંભનો 23 સપ્ટેમ્બરથી પ્રારંભ
જૂનાગઢ,22 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ નો શાળા કક્ષાએથી 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. શાળા કક્ષાએ શરૂ થનાર આ રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ અને એથ્લેટિક્સની સ્પર્ધાઓ યોજાશે. ખેલ મહાકુંભના માધ્યમથી તંદુરસ
જૂનાગઢ જિલ્લામાં શાળા કક્ષાના ખેલ મહાકુંભનો 23 સપ્ટેમ્બરથી પ્રારંભ


જૂનાગઢ,22 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ નો શાળા કક્ષાએથી 23 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. શાળા કક્ષાએ શરૂ થનાર આ રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ અને એથ્લેટિક્સની સ્પર્ધાઓ યોજાશે.

ખેલ મહાકુંભના માધ્યમથી તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થાય અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ માટે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ તથા ચોક્કસ રમત પ્રતિભાની પસંદગી થાય તેમજ ખેલકુદના વાતાવરણ નિર્માણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં દરેક શાળાઓમાં તા.૨૩ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ અને જન્મ તારીખનો પુરાવો સ્પર્ધા સ્થળે ફરજિયાત રાખવાનો રહેશે. તમામ રમતના ખેલાડીઓએ સમય અને સ્થળ અનુસાર રિપોર્ટિંગ કરવાનું રહેશે અને સ્પર્ધા સ્થળે રમવા આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ સાથે લાવીને કન્વીનર કામ ચીફ રેફરીને રજૂ કરવાની રહેશે.

ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધામાં માત્ર જન્મ તારીખના આધારે કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. સ્પર્ધાની તારીખ અને સ્થળે ખેલાડી સંસ્થાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ ફરજિયાત અને શાળા કોલેજોમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ બોનાફાઇટ સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભમાં પ્રથમ શાળા કક્ષાએ/ વોર્ડ ગ્રામ્ય કક્ષાએ ત્યારબાદ તાલુકા કક્ષા/ ઝોન કક્ષાએ અને પછી મહાનગરપાલિકા /જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં કુલ 39 રમતો 7 જેટલા વયજૂથમાં યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande