સાજણાવાળા નેશમાં મકાનમાં આગ  લાગતા રૂ.60 હજારનું નુકસાન.
પોરબંદર , 22 સપ્ટેમ્બર (હિ.સ.) રાણાવાવ તાલુકાના સાજણાવાળાનશે ગામમાં એક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના બનાવમાં અંદાજે 60 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.સાજણાવાળા નશેમાં સરકારી નિશાળ પાછળ રહે
સાજણાવાળા નેશમાં મકાનમાં આગ  લાગતા રૂ.60 હજારનું નુકસાન.


પોરબંદર , 22 સપ્ટેમ્બર (હિ.સ.) રાણાવાવ

તાલુકાના સાજણાવાળાનશે ગામમાં એક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના બનાવમાં અંદાજે 60 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.સાજણાવાળા નશેમાં સરકારી નિશાળ પાછળ રહેતા જાર્તે-રબારી પરિવારના મકાનમાં કોઈ કારણસર આગ

લાગી હતી. આગની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો

હાથ ધર્યા હતા.

આગમાં ઘરમાં રાખેલા કપડાં, ગોદડા, પતરાના કબાટ, લાકડાના કબાટના પાછળના ભાગમાં રાખેલો સામાન, ઠામવાસણ સહિતની ઘરવખરી બળી ગઈ હતી. પતરાના કબાટ ઉપર રાખેલી બેગમાં

ઘરના સભ્યોના દસ્તાવેજો અને મસવાડીની પહોંચ સહિતના કાગળો પણ આગની ઝપેટમાં આવ્યા હતા.આ

ઉપરાંત પતરાના કબાટમાં રાખેલી આશરે 50 હજારની રોકડ રકમ સહિત અન્ય ઘરવખરીનો સામાન સળગી જતા કુલ અંદાજે રૂ.60 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આગ કયા કારણોસર લાગીતે અંગેની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande