પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી પદયાત્રી સેવા કેમ્પોની મુલાકાત લીધી
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે મહેસાણા જિલ્લામાં કાર્યરત સેવા કેમ્પોની વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં આવેલા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લી
પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી પદયાત્રી સેવા કેમ્પોની મુલાકાત લીધી


મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે મહેસાણા જિલ્લામાં કાર્યરત સેવા કેમ્પોની વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં આવેલા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પદયાત્રીઓને ભોજન-પ્રસાદ પીરસી સેવા પણ કરી હતી.

પ્રભારી મંત્રીએ સુરજ પરિવાર ફાઉન્ડેશનના શ્રી ચામુંડા સેવા કેમ્પ તેમજ સનાતન ફાઉન્ડેશન અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સંચાલિત સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી. તેમણે પદયાત્રીઓ માટેની નાસ્તા, ભોજન અને વિશ્રામની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. સાથે જ સેવા કાર્યમાં જોડાયેલા આયોજકો અને સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી.

મંત્રીએ સેવા કેમ્પોમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પર ભાર મૂક્યો હતો. પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવા આયોજકોને સૂચના આપી હતી. ધાર્મિક યાત્રા સાથે પર્યાવરણની જાળવણીનું મહત્વ પણ તેમણે જણાવ્યું હતું.

અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓ અને વાહનોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અંગે પણ તેમણે પદયાત્રીઓને સાવચેતી રાખવા જણાવ્યું હતું. રોડની બાજુમાં ચાલવા તેમજ રાત્રિના સમયે સજાગ રહી વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મુલાકાત દરમિયાન સેવા કેમ્પના આયોજકો, સ્થાનિક અગ્રણીઓ અને પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande