ગોઝારિયાની નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકાઓનું પ્લાસ્ટિકમુક્ત અભિયાન
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમની પદયાત્રા દરમિયાન સેવા કેમ્પોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ગોઝારિયાની નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકાઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વયંસેવિકાઓએ ગોઝારિયા-વિસનગર અને ગાંધીનગર તરફના માર્ગ પર આ
ગોઝારિયાની નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકાઓનું પ્લાસ્ટિકમુક્ત અભિયાન


ગોઝારિયાની નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકાઓનું પ્લાસ્ટિકમુક્ત અભિયાન


મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમની પદયાત્રા દરમિયાન સેવા કેમ્પોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા ગોઝારિયાની નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકાઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વયંસેવિકાઓએ ગોઝારિયા-વિસનગર અને ગાંધીનગર તરફના માર્ગ પર આવેલા આશરે 7થી 8 સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકો અને યાત્રાળુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જાગૃતિ ફેલાવી હતી.

મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક અને NSS સાથે જોડાયેલા ડૉ. હર્ષાબેન એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવિકાઓ સેવા કેમ્પોમાં જઈ પ્લાસ્ટિકની થેલી, કપ અને અન્ય સામગ્રીના વિકલ્પો અપનાવવા આયોજકોને સમજાવી રહી છે. 19 સપ્ટેમ્બરે નોબલ નગર, વિહાની કેટરર્સ, છબીલા હનુમાન, સમૌ અને માનવ સેવક વૃંદ સહિતના સેવા કેમ્પોની મુલાકાત લેવામાં આવી હતી.

આ ઉપરાંત હિમાલયા કોલ્ડ સ્ટોરેજ પાસે રિક્ષાવાળા સમિતિના ચા-નાસ્તા કેમ્પ, વસઈ નજીક સમભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ અને જય અંબે યુવક મંડળના લીંબુ શરબત કેમ્પમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માર્ગદર્શન અપાયું હતું.

ગયા વર્ષે અભિયાન બાદ સ્વયંસેવિકાઓએ પદયાત્રા પૂર્ણ થયા પછી સફાઈ અભિયાન ચલાવી પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. આ અનુભવના આધારે આ વર્ષે કેમ્પ શરૂ થાય તે પહેલાં જ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક કેમ્પોમાં હજુ આંશિક પ્લાસ્ટિક ઉપયોગ જોવા મળતા આગામી વર્ષે સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત કેમ્પ માટે આયોજકોને પ્રેરિત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande