અંબાજી પદયાત્રીઓ માટે 30 સેવા કેમ્પોમાં ફૂડ વિભાગની તપાસ
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત અંબાજી જતા પદયાત્રીઓને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન પદયાત્રા
અંબાજી પદયાત્રીઓ માટે 30 સેવા કેમ્પોમાં ફૂડ વિભાગની તપાસ


મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત અંબાજી જતા પદયાત્રીઓને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન પદયાત્રાના માર્ગો પર આવેલા આશરે 30 સેવા કેમ્પોમાં તપાસ કરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમોએ સેવા કેમ્પોમાં ખોરાકની બનાવટ, સંગ્રહ, હેન્ડલિંગ અને વિતરણની વ્યવસ્થા ચકાસી હતી. ખાદ્ય સામગ્રી ધૂળ, માટી અને જીવાતથી સુરક્ષિત રાખવા તેમજ યોગ્ય રીતે સંગ્રહ કરવા આયોજકોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ ખોરાક તૈયાર કરતા સ્વયંસેવકોની વ્યક્તિગત સ્વચ્છતા, વાસણોની સફાઈ તથા પીવાના અને રાંધવાના પાણીની શુદ્ધતા અંગે પણ તકેદારી રાખવા જણાવાયું હતું.

વિભાગ દ્વારા વિસનગરના પાલડી ત્રણ રસ્તા, હસનપુર રોડ અને ઉમતા રોડ ઉપરાંત વડનગરના સુંઢિયા તથા ખેરાલુ પંથકના સેવા કેમ્પોની તપાસ કરવામાં આવી હતી. મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદની સંસ્થાઓ દ્વારા સંચાલિત વિવિધ સેવા કેમ્પોમાં પણ ટીમોએ સ્થળ પર જઈ વ્યવસ્થા ચકાસી હતી.

ખેરાલુ-સતલાસણા રોડ, વિસનગર રોડ અને કસલપુરા જેવા પદયાત્રીઓની અવરજવરવાળા વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી હતી. યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન થાય તે માટે સેવા કેમ્પ સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande