ઊંઝામાં જુગાર રમતા 24 ઇસમો ઝડપાયા, ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ઊંઝા પોલીસ દ્વારા ઊંઝા ગામની સીમમાં નાગડેરી ફેક્ટરી નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 24 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, જુગારમાં ઉપયોગમાં લેવાતા કોઇન,
ઊંઝામાં જુગાર રમતા 24 ઇસમો ઝડપાયા, ₹5.95 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ઊંઝા પોલીસ દ્વારા ઊંઝા ગામની સીમમાં નાગડેરી ફેક્ટરી નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 24 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, જુગારમાં ઉપયોગમાં લેવાતા કોઇન, મોબાઈલ ફોન, વાહનો અને ગંજીપાના સહિત કુલ ₹5,95,440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે નાગડેરી ફેક્ટરી નજીક ખુલ્લી જગ્યામાં રૂષિકેશ પંચાલ નામનો ઇસમ બહારથી લોકોને બોલાવી નાણાંની હાર-જીતનો જુગાર રમાડે છે. બાતમીના આધારે ઊંઝા પોલીસ, મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસ.ઓ.જી.ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી.

દરોડા દરમિયાન પોલીસે 24 ઇસમોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ₹4,640 રોકડ, જુગારમાં નાણાં તરીકે ઉપયોગમાં લેવાતા 274 કોઇન કિંમત ₹81,800, 14 મોબાઈલ ફોન કિંમત ₹2,99,000, એક એક્ટિવા કિંમત ₹10,000 અને એક ફોર વ્હીલર કિંમત ₹2 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત 208 ગંજીપાના પણ કબજે કરવામાં આવ્યા હતા.

પોલીસની કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની સૂચના હેઠળ કરવામાં આવી હતી. કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande