સ્વચ્છતા હી સેવા અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ.
પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તા. 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છતા સંબંધી વિવિધ કામગીરી હાથ ધરવામાં
સ્વચ્છતા  હી સેવા  અંતર્ગત  પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા વિવિધ  વિસ્તારોમાં  વિશેષ સ્વચ્છતા   ઝુંબેશ.

સ્વચ્છતા  હી સેવા  અંતર્ગત  પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા વિવિધ  વિસ્તારોમાં  વિશેષ સ્વચ્છતા   ઝુંબેશ.

સ્વચ્છતા  હી સેવા  અંતર્ગત  પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા વિવિધ  વિસ્તારોમાં  વિશેષ સ્વચ્છતા   ઝુંબેશ.

સ્વચ્છતા  હી સેવા  અંતર્ગત  પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા વિવિધ  વિસ્તારોમાં  વિશેષ સ્વચ્છતા   ઝુંબેશ.

સ્વચ્છતા  હી સેવા  અંતર્ગત  પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા વિવિધ  વિસ્તારોમાં  વિશેષ સ્વચ્છતા   ઝુંબેશ.

પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તા. 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરના વિવિધ

વિસ્તારોમાં સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છતા સંબંધી વિવિધ કામગીરી હાથ ધરવામાં રહી છે.

અભિયાન અંતર્ગત વધુ અવરજવર ધરાવતા જાહેર અને પ્રવાસન સ્થળો, બજારો, હાટ, મહોલ્લા તથા રહેણાંક વિસ્તારો ઉપરાંત

સરકારી અને અર્ધસરકારી કચેરીઓ તેમજ જાહેર અને સામુદાયિક શૌચાલયોની સફાઈ કરવામાં

રહી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, રમતગમત સંકુલ, જાહેર બગીચાઓ, બજાર વિસ્તારો, ધોરીમાર્ગો, બંદર તથા અન્ય મુખ્ય જાહેર સ્થળોએ પણ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ

ધરવામાં આવ્યું છે. શહેરના વિવિધ બજાર અને માર્કેટ વિસ્તારોમાં સફાઈ કામગીરી સાથે

લારી-ગલ્લા તથા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ અને ગ્રાહકોમાં સ્વચ્છ બજાર અંગે જાગૃતિ

લાવવામાં આવી હતી. કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ, પ્લાસ્ટિકમુક્ત અને કચરામુક્ત પરિસર

અંગે માહિતી અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત તા. 22 સપ્ટેમ્બરના રોજ બજાર વિસ્તારોમાં

‘પોતાની થેલી સાથે રાખો’ (Carry Your Own Bag) અંગેના બેનરો લગાવી નાગરિકોને

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને ખરીદી માટે પોતાની થેલીનો ઉપયોગ કરવા અંગે જાગૃત

કરવાનું આયોજન છે. સાથે જ ‘નો રેડ એન્ડ યેલો સ્પોટ’ (No Red

& Yellow Spot) અંતર્ગત ગુટખા-પાન મસાલાની પિચકારી, પાઉચ, મલ્ટી-લેયર પ્લાસ્ટિક તથા સિગારેટના

ઠૂંઠા જાહેર સ્થળોએ ન ફેંકવા અંગે નાગરિકોમાં જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ શહેરના નિર્માણ માટે નિયમિત

સ્વચ્છતા કામગીરી સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ વધારવા

માટે વિવિધ પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande