સમી તાલુકાના કઠીવાડા બાળકી કેસમાં તસ્કરીનો ખુલાસો.
પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)સમી તાલુકાના કઠીવાડા નજીક બંધ દીશા ઇન્ડસ્ટ્રીઝમાંથી 6થી 7 મહિનાની બાળકી ત્યજી દેવાયેલી મળી આવી હતી. આ અંગે લાલાજી ચંદુજી ઠાકોરે 12 સપ્ટેમ્બર 2026ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીને સારવાર બાદ ચાઇલ
સમી તાલુકાના કઠીવાડા બાળકી કેસમાં તસ્કરીનો ખુલાસો.


પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)સમી તાલુકાના કઠીવાડા નજીક બંધ દીશા ઇન્ડસ્ટ્રીઝમાંથી 6થી 7 મહિનાની બાળકી ત્યજી દેવાયેલી મળી આવી હતી. આ અંગે લાલાજી ચંદુજી ઠાકોરે 12 સપ્ટેમ્બર 2026ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીને સારવાર બાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપી હતી.

તપાસ દરમિયાન પાટણ એલસીબીએ 15 સપ્ટેમ્બરે પરેશભાઈ લગધીરભાઈ ઠાકોર અને રેખાબેન બાબુભાઈ વાલ્મિકીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંનેએ આશરે બે મહિના પહેલાં સરખેજ રેલવે સ્ટેશન પરથી સિકંદર સુલતાન કુરેશી અને મુસ્કાન પાસેથી બાળકી ખરીદી હોવાનું જણાવ્યું હતું. બાળકી સતત રડતી હોવાથી 11 સપ્ટેમ્બરે તેને કઠીવાડા નજીક બંધ મિલમાં મૂકીને ફરાર થયા હતા.

પૂછપરછમાં બાળકીની જન્મદાતા માતા મુસ્કાન મૂળ માલેગાવની અને હાલ અમદાવાદમાં રહેતી હોવાનું તેમજ ભિવંડીમાં હોવાની માહિતી મળી હતી. પાટણ એલસીબીની ટીમે 22 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના ભિવંડીથી મુસ્કાન સિકંદર સુલતાન કુરેશી (ઉંમર 26 વર્ષ) ની ધરપકડ કરી હતી. ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા મુજબ આર્થિક તંગીના કારણે મુસ્કાન અને તેના પતિ સિકંદર સુલતાન કુરેશીએ બાળકીને વેચી હતી.

બાળકીના અસલી માતા-પિતા સાથેની કડીની પુષ્ટિ માટે DNA સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પરેશભાઈ અને રેખાબેનને કોર્ટમાં રજૂ કરી 23 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ મેળવાયા હતા. મુસ્કાનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે ફરાર સિકંદર કુરેશીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande