

પોરબંદર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવપરા
ગામમાં વિદેશી દારૂની હેરાફેરી
સામે પોરબંદર LCBએ કાર્યવાહી કરી હતી. ખાનગી બાતમીના આધારે ભાવપરા ગામના સ્મશાન તરફથી આવતા રસ્તા પર પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી તપાસ હાથ ધરી હતી.કાર માંથી 750 એમએલની કંપની સીલબંધ 117 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 80,262ની કિંમતનો દારૂ તથા .3 લાખની કાર મળી કુલ 3,80,262નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં ભાવપરાના સવદાસ ઉર્ફે એસ.કે.કારાભાઈ ગોઢાણિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડાના અરજન ગીગાભાઈ મોઢવાડિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે દારૂનો જથ્થો આપનાર નારણ દેવાભાઈ કોડીયાતર, પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે.
આ મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya