ભાજપમાં જોડાયેલા મેઘાલયના આઠ ધારાસભ્યોએ, મોદી સરકારના કામથી પ્રભાવિત થઈને નિર્ણય લીધો: કિરેન રિજિજુ
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ, મેઘાલય વિધાનસભાના આઠ ચૂંટાયેલા ધારાસભ્યોના ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સામેલ થવાનું સ્વાગત કર્યું. તેમણે એક પ્રેસ વાર્તામાં તમામ આઠ ધારાસભ્યોની હાજરીમાં કહ્યું કે, આ પૂર
પત્રકાર પરિષદમાં  કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ


નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ, મેઘાલય વિધાનસભાના આઠ ચૂંટાયેલા ધારાસભ્યોના ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સામેલ થવાનું સ્વાગત કર્યું. તેમણે એક પ્રેસ વાર્તામાં તમામ આઠ ધારાસભ્યોની હાજરીમાં કહ્યું કે, આ પૂર્વોત્તર માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે.

કિરેન રિજિજુએ કહ્યું કે, ભાજપમાં સામેલ થનારા તમામ આઠ ધારાસભ્યો પહેલા યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા હતા. રિજિજુએ યુડીપીને મેઘાલયની એક મહત્વપૂર્ણ પ્રાદેશિક પાર્ટી ગણાવતા કહ્યું કે, આ ધારાસભ્યોનું ભાજપ પરિવારમાં સ્વાગત છે.

રિજિજુએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષો દરમિયાન પૂર્વોત્તર અને મેઘાલયમાં વિકાસ અને પરિવર્તન જોવા મળ્યું છે. તેમના મતે, પ્રધાનમંત્રી મોદીનો પૂર્વોત્તરના લોકો સાથે ભાવનાત્મક જોડાણ રહ્યું છે અને ભાજપે ક્ષેત્રમાં વિકાસની રાજનીતિને એક નવી દિશા આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ જ પરિવર્તનો અને વિકાસ કાર્યોને જોતા મેઘાલયના આ આઠ ધારાસભ્યો પ્રધાનમંત્રી મોદી અને ભાજપના નેતૃત્વવાળી સરકારના કામકાજથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે આ જ વિશ્વાસ સાથે આ ધારાસભ્યોએ ભાજપ સાથે આવવાનો નિર્ણય કર્યો છે.

રિજિજુએ આઠેય ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કરતા, તેને પૂર્વોત્તર અને મેઘાલયની રાજનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઘટનાક્રમ ગણાવ્યો. પ્રેસ વાર્તામાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની હાજરીમાં તમામ આઠ ધારાસભ્યોએ ભાજપ સાથે જોડાવાની ઘોષણા કરી.

હિન્દુસ્થાન સમાચાર / સૌરવ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande