પાલિતાણામાં વયોશ્રી યોજના હેઠળ ૯૯૧ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો મળશે
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પાલિતાણા હાઈસ્કૂલ, તળેટી રોડ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે. કેમ્પમાં
વાયોશ્રી યોજના


ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પાલિતાણા હાઈસ્કૂલ, તળેટી રોડ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના વિતરણનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.

કેમ્પમાં પાલિતાણા અને જેસર તાલુકાના અગાઉથી ઓળખ કરાયેલા ૯૯૧ વરિષ્ઠ નાગરિકોને કુલ ૫,૪૪૫ સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ સાધનોની કુલ કિંમત રૂ.૯૨,૮૯,૮૫૬ છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી તથા ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાના હસ્તે સાધનોનું વિતરણ કરાશે.

ભાવનગર જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને યોજનાનો લાભ સરળતાથી મળે તે માટે ૩૦ જૂનથી ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ALIMCO દ્વારા વિવિધ તાલુકાઓમાં મૂલ્યાંકન કેમ્પ યોજાયા હતા. આ પ્રક્રિયા બાદ જિલ્લામાં કુલ ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ થઈ હતી. તેમને કુલ ૪૫,૯૬૮ સહાયક સાધનો મળવાપાત્ર છે, જેની કિંમત રૂ.૭.૬૫ કરોડથી વધુ છે.

પાલિતાણા-જેસર તાલુકાના લાભાર્થીઓને વ્હીલચેર, ચાલવાની લાકડીઓ, શ્રવણયંત્રો, દંત સાધનો, કમરના પટ્ટા, ઘૂંટણ અને ખભાના બ્રેસ, વોકર્સ, સીટ કુશન, કોમોડ સ્ટૂલ, ક્રચ સહિતના સાધનો આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande