માર્ગ સલામતીના સંદેશ સાથે બોટાદમાં બાઈક રેલી યોજાઈ
બોટાદ, 26 સપ્ટેમ્બર (હિ.સ.)“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અને ARTO બોટાદ દ્વારા માર્ગ સલામતી અંગે લોકોમાં જનજાગૃતિ કેળવવાના હેતુથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પોલીસ વિભાગ તથા RTO વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મ
માર્ગ સલામતી અંગે યોજાયેલ રેલી


બોટાદ, 26 સપ્ટેમ્બર (હિ.સ.)“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ અને ARTO બોટાદ દ્વારા માર્ગ સલામતી અંગે લોકોમાં જનજાગૃતિ કેળવવાના હેતુથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પોલીસ વિભાગ તથા RTO વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રેલીના પ્રારંભ પ્રસંગે પોલીસ તથા RTOના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રેલી દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને લોકોને માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વાહનચાલકોને બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

બાઈક રેલીના માધ્યમથી હેલ્મેટ વિના વાહન ન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ અને અન્ય નિયમોનું પાલન કરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો તેમજ પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક વાહનચાલક અને નાગરિકે ટ્રાફિક નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવું જરૂરી છે તે અંગે પણ સમજ આપવામાં આવી હતી.

પોલીસ અને RTOના અધિકારીઓ તથા કર્મચારીઓએ રેલી દરમિયાન “સુરક્ષિત વાહનચાલન – હેલ્મેટનો ઉપયોગ – ટ્રાફિક નિયમોનું પાલન”નો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો. માર્ગ સલામતી માત્ર તંત્રની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande