બોટાદની 100 મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય તાલીમ અને એક્સપોઝર મુલાકાત યોજાઈ
બોટાદ, 26 સપ્ટેમ્બર (હિ.સ.)સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બોટાદ જિલ્લાના 100 મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય ‘ક્ષમતા નિર્માણ/તાલીમ અને એક્સપોઝર મુલાકાત’નું આયોજન કરવામાં આવ્ય
મહિલાઓ ને આપવામાં આવેલ તાલીમ


બોટાદ, 26 સપ્ટેમ્બર (હિ.સ.)સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો-ઇકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બોટાદ જિલ્લાના 100 મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય ‘ક્ષમતા નિર્માણ/તાલીમ અને એક્સપોઝર મુલાકાત’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, કૃષિ આધારિત આજીવિકાની તકો, મૂલ્યવર્ધન તેમજ બજાર વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન અને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાનો હતો. તાલીમ દરમિયાન મહિલાઓને ખેતીમાં નવીન તકનીકોનો ઉપયોગ કરી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા અંગે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં મહિલા ખેડૂતોને પાક ઉત્પાદન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ, ખર્ચ ઘટાડવાની પદ્ધતિઓ, કૃષિ પેદાશોના યોગ્ય સંચાલન અને વેચાણ સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને તેઓ સ્વરોજગાર તથા આજીવિકાની નવી તકો સાથે જોડાઈ શકે તે માટે વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા હતા.

ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન યોજાયેલી એક્સપોઝર મુલાકાત દ્વારા મહિલા ખેડૂતોને સફળ કૃષિ પ્રવૃત્તિઓ અને વ્યવહારુ મોડેલો અંગે સ્થળ પર જઈને જાણકારી મેળવવાની તક મળી હતી. ખેડૂતોને નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તેમજ પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવવાની તક પણ મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande