કુંડલી પ્રાથમિક શાળામાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ
બોટાદ,26 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કુંડલી પ્રાથમિક શાળામાં બાળકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને નશાના દુષણથી થતા નુ
નશા મુક્ત અંગે કાર્યક્રમ યોજાયો


બોટાદ,26 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કુંડલી પ્રાથમિક શાળામાં બાળકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને નશાના દુષણથી થતા નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને વિવિધ પ્રકારના નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી. નશાની આદત વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે તેના પરિવાર અને સમાજ પર પણ ગંભીર અસર કરી શકે છે, તે અંગે બાળકોને સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાળકોને બાળ લગ્ન અધિનિયમ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ લગ્નથી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્ય પર થતી અસર અંગે સમજ આપી બાળ લગ્નને રોકવા માટે કાયદાકીય જોગવાઈઓની માહિતી આપવામાં આવી હતી. કોઈ બાળક અથવા આસપાસની વ્યક્તિ બાળ લગ્ન જેવી પરિસ્થિતિનો સામનો કરે તો યોગ્ય તંત્રનો સંપર્ક કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે નશામુક્ત સમાજના નિર્માણમાં તેમની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને પોતે નશાથી દૂર રહેવા તેમજ પરિવાર અને આસપાસના લોકોને પણ નશાના દુષણથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande