ભાવનગર જિલ્લામાં ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણીનો પ્રારંભ
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૨૫ સપ્ટેમ્બરથી ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણી ૩ ઓક્ટોબર સુધી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં યોજાશે. ઉત્સવ દરમિયાન બાળકોમાં પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અં
પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૨૫ સપ્ટેમ્બરથી ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણી ૩ ઓક્ટોબર સુધી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં યોજાશે.

ઉત્સવ દરમિયાન બાળકોમાં પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉજવણીના ભાગરૂપે જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકોને સુખડી અને ફળની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થી બાળકોને કીટ અર્પણ કરવામાં આવી હતી.

બાળકોમાં આનંદ અને ઉત્સાહ વધે તે માટે આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ રમતો તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતો દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આંગણનો ઉત્સવ દરમિયાન બાળકોના યોગ્ય પોષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાળકોને પૌષ્ટિક આહાર મળે અને તેમના આરોગ્યની નિયમિત દેખરેખ રાખવામાં આવે તે અંગે વાલીઓને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

બાળકોના પોષણ અને વિકાસ માટે સતત સેવારત આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તથા આશા બહેનોના સેવાકીય યોગદાનને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવ્યું હતું. તેમની કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande